તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

બારડોલી કોર્ટના ચેક બાઉન્સ કેસમાં બે વર્ષની સજા પામેલ આરોપીને વાલોડ પોલીસે ઝડપી પાડ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોર્ટ વોરન્ટની બજવણી દરમિયાન, ચેક બાઉન્સના ગુનામાં સજા પામેલા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે બારડોલીની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ફોજદારી કેસ નંબર 195/2025 માં લક્ષ્મણભાઈ છનાભાઈ હળપતિ (ઉંમર 48, રહે. કોઠી ફળિયું, વાલોડ) ને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 (ચેક બાઉન્સ) હેઠળ બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. સજાના હુકમ બાદ આરોપી પોલીસને ચકમો આપી રહ્યો હતો.સુરત રેન્જ આઈ.જી. પ્રેમવીરસિંહ અને તાપી એસ.પી. જે.એન. દેસાઈની સૂચના હેઠળ આગામી ચૂંટણીઓના અનુસંધાને વોરન્ટ બજવણીની કામગીરી ચાલી રહી હતી. વાલોડ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. ગીલાતરના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. શબીરખાન અને કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપી લક્ષ્મણભાઈને તેના નિવાસસ્થાન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.હાલ પોલીસ દ્વારા આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.