તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

બારડોલી હાઈવે પરથી 38.59 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત ગ્રામ્ય એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બારડોલીના ઉવાગામની હદમાં નેશનલ હાઈવે નંબર -53 પરથી એક કન્ટેનર ઝડપી પાડ્યું હતું. તપાસ દરમિયાન કન્ટેનરમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી રૂ.38.59 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કુલ રૂ.53.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરત ગ્રામ્ય એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે એક ટાટા કન્ટેનર નં. NL-01-AC-2152 માં દારૂનો જથ્થો ભરીને ધુલિયા-સોનગઢ થઈ વડોદરા તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે ઉવાગામ પાસે શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝની સામે વોચ ગોઠવી પોલીસે કન્ટેનરને અટકાવ્યું હતું.પોલીસે કન્ટેનરની તલાશી લેતા અંદર બનાવેલા ખાસ ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ 25,782 બોટલો મળી આવી હતી.

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ જથ્થો હરિયાણાના અંબાલા બાયપાસ પરથી ભરી આપવામાં આવ્યો હતો અને વડોદરા ખાતે પહોંચાડવાનો હતો.પોલીસે સ્થળ પરથી બે આરોપીઓ ડુંગરારામ પુરારામ ચૌધરી (ડ્રાઈવર) રહે. બાડમેર, રાજસ્થાન અને સરૂપારામ દેદારામ જાટ (ક્લીનર) રહે. બાડમેર, રાજસ્થાન.ની ધરપકડ કરી છે.જ્યારે દારૂ ભરાવનાર સઈરામ બિશ્નોઈ (બાડમેર) સહિત અન્ય બે અજાણ્યા ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.