તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

ગિફ્ટ હેમ્પરની એજન્સીના બહાને લાખોની છેતરપિંડી કરનાર મુંબઈનો ઠગ કુકરમુંડા પોલીસના સકંજામાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગિફ્ટ હેમ્પર બનાવતી કંપનીની એજન્સી અપાવવાની લાલચ આપી નાગરિકો સાથે સાયબર ફ્રોડ આચરતી ટોળકીના એક સાગરીતને કુકરમુંડા પોલીસે મુંબઈથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીને શોધી કાઢી ફરિયાદીના રૂ.2,50,000 પરત અપાવવાની પ્રશંસનીય કામગીરી કરી છે.

વિગતો પ્રમાણે મુંબઈના મલાડ પૂર્વ વિસ્તારમાં રહેતા આરોપી મોહમદ યુસુફ અબ્દુલ સીદ્દિકીએ ફરિયાદીને ગિફ્ટ હેમ્પર બનાવવાની એજન્સીમાં મોટું કમિશન મેળવવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને ફરિયાદીએ પોતાના બેંક ઓફ બરોડાના એકાઉન્ટ તેમજ પિતરાઈ ભાઈ અને મિત્રના UPI આઈડી અને ગુગલ-પે મારફતે અલગ-અલગ તારીખે કુલ રૂ.2,50,000 નું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યું હતું.

નાણાં મેળવ્યા બાદ આરોપીએ ગિફ્ટ હેમ્પર પણ ન બનાવી આપ્યા અને નાણાં પણ પરત ન કરી વિશ્વાસઘાત કર્યો હતો.આ મામલે કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો (૧) શશાંક સિંઘ અને (૨) ગૌતમ મુલચંદ ગુપ્તાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.