તાજા સમાચાર
વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ | ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો | સોનગઢ પોલીસની મોટી સફળતા: હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો | તાપી જિલ્લામાં અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું, મિત્રએ પોલ ખોલતા ભેદ ઉકેલાયો | વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ | બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ | ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો | સોનગઢ પોલીસની મોટી સફળતા: હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો | તાપી જિલ્લામાં અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું, મિત્રએ પોલ ખોલતા ભેદ ઉકેલાયો | વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ | બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં |

ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તાપી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આગામી ૨૬મી એપ્રિલના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તેવા ઉમદા આશય સાથે ઉચ્છલ ખાતે ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિ અંતર્ગત ભવ્ય સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાર્વજનિક હાઈસ્કુલ-ઉચ્છલ, સ્થાનિક હાટબજાર અને વિવિધ જાહેર સ્થળોએ સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ષાબેન વસાવા તથા તાલુકા શિક્ષણાધિકારી અરવિંદભાઈ ગામીતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બી.આર.સી., સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા.

આ જાગૃતિ અભિયાનમાં એક ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ પણ સહી ઝુંબેશમાં સહભાગી થઈને ઉપસ્થિત સૌના ઉત્સાહમાં વધારો કર્યો હતો. તેમણે પોતાની સહી કરી પ્રત્યેક મતદારને લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરવા માટે પ્રેરક અનુરોધ કર્યો હતો.કાર્યક્રમમાં ખાસ તૈયાર કરવામાં આવેલા બેનર પર “મતદાર જાગૃતિ કાર્યક્રમ, જિલ્લો તાપી : અમે તૈયાર છીએ, તમે તૈયાર છો?” ના સ્લોગન સાથે અધિકારીઓ અને શિક્ષકોએ હસ્તાક્ષર કર્યા હતા. ઉપસ્થિત સૌએ પોતે મતદાન કરવાના અને અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રેરિત કરવાના મક્કમ નિર્ધાર સાથે જનજાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો.