Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોનગઢમાં જાહેરનામાનો ભંગ કરનાર બે દુકાન માલિકો સામે પોલીસ કાર્યવાહી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢમાં ભાડુઆતની માહિતી પોલીસને ન આપી જાહેરનામાનો ભંગ કરનાર બે અલગ-અલગ દુકાન માલિકો સામે પોલીસે લાલ આંખ કરી છે. તાપી એસ.ઓ.જી. શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન આ બેદરકારી સામે આવતા બંને માલિકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર તાપી તા.23મી એપ્રિલ નારોજ એસ.ઓ.જી. શાખાની ટીમ જ્યારે સોનગઢ-ઉકાઈ રોડ પર આવેલ ‘સનસીટી શોપિંગ સેન્ટર’ માં ભાડુઆત તપાસણી માટે પહોંચી હતી, ત્યારે બે દુકાનોમાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. આ મામલે પ્રથમ કેસમાં દુકાન નંબર B-19 ના માલિક મુકેશભાઈ પીતામ્બરભાઇ પાટીલ (રહે.ઉકાઈ) એ પોતાની દુકાન ભાડે આપી હતી, પરંતુ ભાડુઆતનું કોઈ આઈ.ડી. પ્રૂફ લીધું નહોતું કે પોલીસમાં તેની જાણ કરી નહોતી. જયારે બીજો કેસમાં દુકાન નંબર A-8 ના માલિક શ્રીહિમ્મતભાઇ નારાયણભાઇ વિરવાલ (રહે.સોનગઢ) એ પણ પોતાની દુકાન ભાડે આપતી વખતે ભાડુઆતની વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી નહોતી. આ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ બંને આરોપીઓ સામે પોલીસમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.