તાજા સમાચાર
વડાપ્રધાનશ્રીની અપીલ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સરકારી કાર્યક્રમમાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે | આચાર્ય દેવવ્રતે રાજ્યના નવા લોકાયુક્ત બિરેન વૈષ્ણવને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા | બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમને કારણે દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં હવામાન સક્રિય બન્યું | વડાપ્રધાનશ્રીએ ઈંધણ બચાવવાની કરી અપીલ : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલ તણાવને કારણે ઈંધણનાં પુરવઠા પર અસર પડવાની આશંકા | કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબીયત લથડી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં હાજર | મહારાષ્ટ્રનાં બારામતીમાં ટ્રેઇની વિમાન ક્રેશ થયું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
વડાપ્રધાનશ્રીની અપીલ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સરકારી કાર્યક્રમમાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે | આચાર્ય દેવવ્રતે રાજ્યના નવા લોકાયુક્ત બિરેન વૈષ્ણવને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા | બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમને કારણે દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં હવામાન સક્રિય બન્યું | વડાપ્રધાનશ્રીએ ઈંધણ બચાવવાની કરી અપીલ : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલ તણાવને કારણે ઈંધણનાં પુરવઠા પર અસર પડવાની આશંકા | કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબીયત લથડી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં હાજર | મહારાષ્ટ્રનાં બારામતીમાં ટ્રેઇની વિમાન ક્રેશ થયું |

વડાપ્રધાનશ્રીએ ઈંધણ બચાવવાની કરી અપીલ : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલ તણાવને કારણે ઈંધણનાં પુરવઠા પર અસર પડવાની આશંકા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ઈંધણના પુરવઠા પર અસર પડવાની આશંકા છે, જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઈંધણ બચાવવાની અપીલ કરી હતી. આ અપીલને પગલે ભાજપ શાસિત રાજ્યોમાં કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોએ સરકારી સ્તરે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે મહત્ત્વના નિર્ણયો લીધા છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં આવનારા કોઈ પણ મોટા આર્થિક કે ઊર્જા સંકટનો સામનો કરવાનો છે. ઈંધણ બચાવવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટો દાખલો બેસાડ્યો છે.

તેમણે મુખ્યમંત્રી અને મંત્રીઓના કાફલામાં વપરાતી ગાડીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ મુસાફરી ઘટાડવા માટે સરકારી બેઠકો ઓનલાઇન યોજવા અને અઠવાડિયામાં બે દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’ કરવા જેવી સલાહ પણ આપવામાં આવી છે. બીજી તરફ, રાજસ્થાનનાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ પોતાના કાફલામાંથી વધારાના વાહનો હટાવી દીધા છે અને અધિકારીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા સૂચના આપી છે. મધ્યપ્રદેશમાં પણ મુખ્યમંત્રી મોહન યાદવે રાષ્ટ્રહિતમાં ઈંધણ બચાવવા માટે પોતાના કાફલાની ગાડીઓની સંખ્યા 13થી ઘટાડીને 8 કરી દીધી છે. તેમણે નવનિયુક્ત પદાધિકારીઓને સાદગીથી કામ કરવા અને જનતાને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા વિનંતી કરી છે. દિલ્હીમાં પણ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સરકારી કામકાજ માટે વાહનોની સંખ્યા સીમિત કરી છે અને મંત્રીઓ તથા ધારાસભ્યોને કારપૂલિંગ તેમજ મેટ્રો-બસ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવાના સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.

જયારે ગુજરાતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુહિમની ગંભીર અસર જોવા મળી છે. ઈંધણ અને સરકારી ખર્ચમાં બચત કરવાના હેતુથી ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાનો નિર્ધારિત અમેરિકા પ્રવાસ રદ કરીને એક નવી મિસાલ રજૂ કરી છે. આ નિર્ણયને સરકારની ઊર્જા બચત પ્રત્યેની ગંભીરતા તરીકે જોવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં ઈંધણની વપરાશ હજુ ઘટાડવા માટે રાજ્યો દ્વારા ‘નો વ્હીકલ ડે’ જેવા સૂચનો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ઈલેક્ટ્રિક વાહનો, સીએનજી બસો અને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઓફિસના સમયમાં ફેરફાર કરવાના સૂચનો પણ સામે આવ્યા છે જેથી ટ્રાફિક જામ ઓછો થાય અને બિનજરૂરી ઈંધણ ન બળે. સરકારનું માનવું છે કે જ્યારે દરેક નાગરિક નાના-નાના પગલાં ભરશે ત્યારે જ આ મોટા ઊર્જા સંકટ સામે વિજય મેળવી શકાશે.