તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

વાપી : પ્લાસ્ટિકનાં ભંગારનાં ગોડાઉનમાં આગ ફાટી નીકળતા લોકોમાં ભાગદોડ મચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાપીના રાતા ગામે એક પ્લાસ્ટિકનાં ભંગારનાં ગોડાઉનમાં અચાનક આગ ફાટી નિકળી હતી. જેમાં પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે વિકરાળ સવરૂપ કરતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે ફાયર ફાઈટરોએ દોડી આવી  આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપીના રાતા ગામનાં દેસાઇવાડમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉન આવેલું છે.

જયાં આજરોજ બપોરનાં સમયે અચાનક ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. જોકે પ્લાસ્ટિક વેસ્ટના જથ્થાને કારણે આગ વધુ તીવ્ર બનતા ધુમાડા આકાશમાં દૂર-દૂર સુધી ફેલાતા લોકોમાં ગભરાટ મચી જવા પામી હતી. એટલું જ નહી પણ ગોડાઉન નજીક રહેતા રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. જોકે આ આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદમાં લશ્કરોએ ભીષણ આગને કાબુમાં લેવાની કવાયત હાથ ધરી હતી.