તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

દિલ્હીમાં ED દ્વારા AAPનાં નેતા દીપક સિંગલાનાં નિવાસ સ્થાને દરોડા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા દીપક સિંગલા સહિત અન્ય કેટલાક લોકોના સ્થળો પર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે. કથિત બૅંક લોન ફ્રોડ અંગેના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સર્ચ ઓપરેશન માત્ર દિલ્હી પૂરતું સીમિત નથી, પરંતુ ગોવામાં પણ દીપક સિંગલા સાથે જોડાયેલા સ્થળો પર તપાસ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, આજે સવારે લગભગ 06.00 વાગ્યે જ EDની ટીમો દીપક સિંગલાના નિવાસ સ્થાને અને અન્ય સ્થળો પર પહોંચી ગઈ હતી. દીપક સિંગલા દિલ્હીની વિશ્વાસ નગર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂક્યા છે.

તેમના સોશિયલ મીડિયા ‘X’ના બાયો પ્રોફાઇલ અનુસાર, તેઓ MCDમાં આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી છે અને તેની સાથે મહારાષ્ટ્ર તથા ગોવા રાજ્યના પ્રભારીની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2024માં પણ ED દ્વારા તેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દીપક સિંગલાના ઘરે પડેલા દરોડાને પગલે આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

આપના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયા આપી છે. મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, ED, CBI અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓનો પોતાના પર્સનલ ગુંડાની જેમ ઉપયોગ કરીને મોદીજી વિપક્ષના નેતાઓને ચૂંટણી જીતતા રોકી શકે છે. પરંતુ દેશની અર્થવ્યવસ્થાને અને રૂપિયાની સતત ઘટતી આબરૂને સંભાળી શકતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પંજાબમાં પણ આપના મોટા નેતાઓ પર EDની તવાઈ આવી છે, જેમાં ભગવંત માન સરકારના મંત્રી સંજીવ અરોરાની ધરપકડ પણ કરવામાં આવી હતી.