છતીસગઢમાં કારનાં છૂપાખાનામાંથી રૂપિયા ૯ કરોડના સોનાના દાગીના સાથે ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડયા હતા. જોકે સોનાના દાગીનાના દસ્તાવેજની ખરાઇ કરવાનો પોલીસે પ્રયાસ કરતા કોઇ આધાર-પુરાવા નહીં મળતા પોલીસે દાગીના કબજે કરી આ મુદ્દે આવકવેરા વિભાગને જાણ કરી હતી. બનાવની વિગત એવી છે કે, છતીસગઢના મહાસમુદ નજીક ગત તારીખ ૧૭ નારોજ રેહટીબોલ ચેકપોસ્ટ નજીક ઓડિસ્સા તરફથી આવતા વાહનોનું પોલીસ ચેકિંગ કરી રહી હતી.
ત્યારે રાજકોટ પાર્સીંગની એક કારની તલાશી લેવામાં આવતા તેના છૂપાખાનામાંથી પ્લાસ્ટિકના બોક્સમાંથી સોનાના ઘરેણાં મળી આવ્યા હતા. જયારે પુછપરછ કરતા કારમાં પ્રવાસ કરી રહેલા જયેશ અકબરી, સુનિત કારેના અને રૂષી અગ્રાવતની પોલીસે પુછપરછ કરતા દાગીના કોને આપવાનાં છે પૂછ્યું હતું પરંતુ તે અંગે કોઇ સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો. આમ, પોલીસે સોનાના અંદાજે રૂપિયા ૯.૧૭ કરોડના દાગીનાના દસ્તાવેજ કે આધાર-પુરાવા પોલીસ સમક્ષ રજૂ નહીં થતાં પોલીસે ઘરેણા કબજે કરી કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




