તાજા સમાચાર
બિહારમાં ગંગા ઘાટ પર હોડી દુર્ઘટનાં સર્જાતાં 2 લોકોના મોત, અત્યાર સુધી 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા | રાજસ્થાનમાં શ્રીગંગાનગર ૪૮.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર | ઈડીએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી વિજયનને ત્યાં દરોડા પાડયા, આ દરોડાને લઇ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા | ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે લોન મર્યાદા ૩૦૦ કરોડથી વધારીને ૧,૦૦૦ કરોડ કરાઈ | રાજ્યમાં ઈબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, આફ્રિકન દેશોનો પ્રવાસ કરી ભારત પરત આવેલ 11 લોકોને પણ ઘરે હોમ આઇસોલેશનમાં રખાયા | હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્ત્વની આગાહી કરવામાં આવી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
બિહારમાં ગંગા ઘાટ પર હોડી દુર્ઘટનાં સર્જાતાં 2 લોકોના મોત, અત્યાર સુધી 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા | રાજસ્થાનમાં શ્રીગંગાનગર ૪૮.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર | ઈડીએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી વિજયનને ત્યાં દરોડા પાડયા, આ દરોડાને લઇ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા | ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે લોન મર્યાદા ૩૦૦ કરોડથી વધારીને ૧,૦૦૦ કરોડ કરાઈ | રાજ્યમાં ઈબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, આફ્રિકન દેશોનો પ્રવાસ કરી ભારત પરત આવેલ 11 લોકોને પણ ઘરે હોમ આઇસોલેશનમાં રખાયા | હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્ત્વની આગાહી કરવામાં આવી |

ઈડીએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી વિજયનને ત્યાં દરોડા પાડયા, આ દરોડાને લઇ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી વિજયનને ત્યાં દરોડા પાડયા હતા, જોકે આ દરોડા દરમિયાન ઇડીના અધિકારીઓ પર વિજયનના સમર્થકો અને ડાબેરી પક્ષ સીપીઆઇના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો, એટલુ જ નહીં સમગ્ર કેરળમાં આ દરોડાને લઇને વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. ઇડીના અધિકારીઓના વાહનો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જ્યારે ઇંડા ફેકવાની ઘટના પણ સામે આવી હતી. કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનારયી વિજયનની પુત્રીની કંપની અને રેત ખનન સાથે સંકળાયેલી એક કંપની વચ્ચે નાણાકીય ડીલને લઇને ઇડી દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીના અધિકારીઓ પૂર્વ મુખ્યમંત્રી વિજયનના ભાડાના મકાને પહોંચ્યા હતા અને તપાસ કરી હતી.

આ દરમિયાન ઘરની બહાર મોટી સંખ્યામાં ડાબેરીઓ એકઠા થઇ ગયા હતા અને ઇડી વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ભીડ વધી જતા બાદમાં હિંસાની ઘટનાઓ સામે આવવા લાગી હતી. દરોડા દરમિયાન ઘરની આસપાસ આઠ સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. જેવા આ તમામ લોકો ઘરની બહાર નીકળ્યા કે તરત જ સ્થિતિ કાબુ બહાર જવા લાગી હતી, ડાબેરી પક્ષના કાર્યકર્તાઓએ ઇડીના વાહનોને ઘેરી લીધા હતા, ત્રણ જગ્યાએ પથ્થરમારાની પણ ઘટના સામે આવી હતી. બહુ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઇડી તેમજ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર પણ કર્યો હતો.

એટલુ જ ઇડીના અધિકારીઓ પર કેટલાક લોકોએ ઇંડા પણ ફેક્યા હતા. પથ્થરમારો અને લાકડીઓ દ્વારા હુમલાની આ ઘટનામાં એક ડ્રાઇવરને ઇજા પહોંચી હતી. જ્યારે બીજી તરફ કેરળ સરકારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ઇડીના અધિકારીઓ દરોડા પાડવા આવવાના છે તેવી કોઇ જ માહિતી અમને આપવામાં નહોતી આવી. એટલુ જ નહીં પોલીસની પણ કોઇ જ મદદ માગવામાં નહોતી આવી. જ્યારે ભાજપે આ ઘટનાની ટિકા કરી હતી. નોંધનીય છે કે વિજયનના પુત્રી વીણાની સોફ્ટવેર કંપની એક્સાલોજિક સોલ્યુશન અને કોચિન મિનરલ નામની કંપની વચ્ચે નાણાકીય વ્યવહારને લઇને ઇડી દ્વારા મની લોન્ડરિંગની તપાસ શરૂ કરાઇ હતી, જેની સામે કંપનીએ જે અરજી કરી હતી તેને હાઇકોર્ટે ફગાવી દીધી જેના બીજા જ દિવસે ઇડી આ દરોડા પાડવા પહોંચી ગઇ હતી.