તાજા સમાચાર
વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૬: તમાકુ મુક્ત સમાજના નિર્માણ માટે તાપી જિલ્લો અગ્રેસર | ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે પર અકસ્માત: પુરઝડપે આવતી બાઈકે રોડ સાઈડમાં ઉભેલા આધેડને કચડ્યા | વાલોડમાં યુવકને વોટ્સએપ પર ન્યૂડ વીડિયો કોલ કરી બ્લેકમેઇલ કરાયો, જ્યારે ઉકાઇમાં યુવતીના નામે ફેક આઇડી બનાવી ફોટા વાયરલ કરાયા | બિહારમાં ગંગા ઘાટ પર હોડી દુર્ઘટનાં સર્જાતાં 2 લોકોના મોત, અત્યાર સુધી 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા | રાજસ્થાનમાં શ્રીગંગાનગર ૪૮.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર | ઈડીએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી વિજયનને ત્યાં દરોડા પાડયા, આ દરોડાને લઇ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૬: તમાકુ મુક્ત સમાજના નિર્માણ માટે તાપી જિલ્લો અગ્રેસર | ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે પર અકસ્માત: પુરઝડપે આવતી બાઈકે રોડ સાઈડમાં ઉભેલા આધેડને કચડ્યા | વાલોડમાં યુવકને વોટ્સએપ પર ન્યૂડ વીડિયો કોલ કરી બ્લેકમેઇલ કરાયો, જ્યારે ઉકાઇમાં યુવતીના નામે ફેક આઇડી બનાવી ફોટા વાયરલ કરાયા | બિહારમાં ગંગા ઘાટ પર હોડી દુર્ઘટનાં સર્જાતાં 2 લોકોના મોત, અત્યાર સુધી 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા | રાજસ્થાનમાં શ્રીગંગાનગર ૪૮.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર | ઈડીએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી વિજયનને ત્યાં દરોડા પાડયા, આ દરોડાને લઇ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા |

ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે પર અકસ્માત: પુરઝડપે આવતી બાઈકે રોડ સાઈડમાં ઉભેલા આધેડને કચડ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે નંબર ૮૦ ઉપર ધજ ગામની સીમમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારાઈ રહેલી એક (KTM) કંપનીની ડ્યુક મોટરસાયકલના ચાલકે સ્ટેટ હાઈવે પર રોડની સાઈડમાં ઉભેલા પ૧ વર્ષીય આધેડને જોરદાર ટક્કર મારી અડફેટમાં લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં આધેડને માથાના પાછળના ભાગે તેમજ હાથ-પગમાં જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

મળતી વિગતો અનુસાર, ધજ ગામના મંદિર ફળિયામાં રહેતા દિનેશભાઈ વિજયભાઈ ગામીતના મોટા કાકા પંતુભાઈ કેશાભાઈ ગામીતનું બીમારીના કારણે અવસાન થયું હતું, જેથી પરિવાર તેમના ઘરે એકત્રિત થયો હતો. રાત્રિના આશરે નવેક વાગ્યાના સુમારે દિનેશભાઈના પિતા વિજયભાઈ કેશાભાઈ ગામીત (ઉં.વ.પ૧) નજીકની દુકાને સામાન લેવા જવા નીકળ્યા હતા. પુત્ર દિનેશભાઈ તેમને રોડ સુધી મૂકવા માટે સાથે ગયો હતો. વિજયભાઈ દુકાનેથી પરત ઘરે આવવા માટે રોડ ઓળંગવા રોડની સાઈડમાં ઉભા હતા, ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો.

સાક્ષીઓના જણાવ્યા મુજબ, ઉચ્છલ તરફથી સોનગઢ તરફ અત્યંત તીવ્ર ગતિથી એક KTM ડ્યુક ૨૦૦ સીસી મોટરસાયકલ નમ્બર જીજે/૨૬/એએ/૯૨૦૦ આવી રહી હતી. બાઈક ચાલકે વાહન પરથી સંપૂર્ણ કાબૂ ગુમાવી દીધો હતો અને રોડની બાજુમાં ઉભેલા વિજયભાઈને અડફેટમાં લઈને રોડની નીચે ફેંકી દીધા હતા. આટલું જ નહીં, અનિયંત્રિત બાઈક દુકાન પાસે પાર્ક કરેલી એક મારૂતિ સુઝુકી અર્ટીગા કાર નમ્બર જીજે/૦૫/આરડી/૪૪૪૫ ના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે કારનો પાછળનો કાચ તૂટી ગયો હતો અને મોટરસાયકલનો આગળનો ભાગ પણ કુરચો થઈ ગયો હતો.

અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા વિજયભાઈના કાન અને નાકમાંથી રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો અને તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. સ્થાનિક રહીશ સાઉલભાઈ ગામીત દ્વારા તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા તબીબોએ વિજયભાઈને મૃત જાહેર કર્યા હતા. બાઈક ચાલકને પણ માથા તથા ગળાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી.ઘટના અંગે મૃતકના પુત્ર દિનેશભાઈ ગામીતની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.