તાજા સમાચાર
વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૬: તમાકુ મુક્ત સમાજના નિર્માણ માટે તાપી જિલ્લો અગ્રેસર | ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે પર અકસ્માત: પુરઝડપે આવતી બાઈકે રોડ સાઈડમાં ઉભેલા આધેડને કચડ્યા | વાલોડમાં યુવકને વોટ્સએપ પર ન્યૂડ વીડિયો કોલ કરી બ્લેકમેઇલ કરાયો, જ્યારે ઉકાઇમાં યુવતીના નામે ફેક આઇડી બનાવી ફોટા વાયરલ કરાયા | બિહારમાં ગંગા ઘાટ પર હોડી દુર્ઘટનાં સર્જાતાં 2 લોકોના મોત, અત્યાર સુધી 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા | રાજસ્થાનમાં શ્રીગંગાનગર ૪૮.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર | ઈડીએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી વિજયનને ત્યાં દરોડા પાડયા, આ દરોડાને લઇ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૬: તમાકુ મુક્ત સમાજના નિર્માણ માટે તાપી જિલ્લો અગ્રેસર | ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે પર અકસ્માત: પુરઝડપે આવતી બાઈકે રોડ સાઈડમાં ઉભેલા આધેડને કચડ્યા | વાલોડમાં યુવકને વોટ્સએપ પર ન્યૂડ વીડિયો કોલ કરી બ્લેકમેઇલ કરાયો, જ્યારે ઉકાઇમાં યુવતીના નામે ફેક આઇડી બનાવી ફોટા વાયરલ કરાયા | બિહારમાં ગંગા ઘાટ પર હોડી દુર્ઘટનાં સર્જાતાં 2 લોકોના મોત, અત્યાર સુધી 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા | રાજસ્થાનમાં શ્રીગંગાનગર ૪૮.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર | ઈડીએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી વિજયનને ત્યાં દરોડા પાડયા, આ દરોડાને લઇ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા |

વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૬: તમાકુ મુક્ત સમાજના નિર્માણ માટે તાપી જિલ્લો અગ્રેસર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા દર વર્ષે ૩૧ મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ઉજવવામાં આવે છે. આ વર્ષે વર્ષ-૨૦૨૬ની થીમ “અનમાસ્કિંગ ધ અપીલ – કાઉન્ટરિંગ નિકોટીન એન્ડ ટોબેકો એડિક્શન” હેઠળ યુવાનોને નિકોટિન અને તમાકુ ઉત્પાદનો તરફ ખેંચતી ભ્રામક યુક્તિઓ સામે જાગૃત કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

આ વૈશ્વિક અભિયાન વચ્ચે, ગુજરાતનો તાપી જિલ્લો તમાકુ મુક્ત સમાજના નિર્માણ માટે મક્કમ પગલે આગળ વધી રહ્યો છે.વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન તાપી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જિલ્લામાં ૨,૦૭૯થી વધુ જાગૃતિ કેમ્પો, રેલીઓ, કાઉન્સેલિંગ સત્રો અને આરોગ્ય તપાસના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ૮,૦૦૦થી વધુ નાગરિકો સહભાગી થયા હતા.શાળા અને કોલેજ સ્તરે યોજાયેલા વિશેષ કાર્યક્રમોમાં અંદાજિત ૩૦,૯૮૫થી વધુ વિદ્યાર્થીઓએ જીવનભર તમાકુમુક્ત રહેવાના શપથ લીધા હતા.જિલ્લાના ૮૫થી વધુ ગામોમાં હાલમાં “તમાકુ મુક્ત ગામ” અભિયાન સફળતાપૂર્વક અમલમાં છે.

તમાકુનું સેવન મોં, ગળા અને ફેફસાના કેન્સર, હૃદયરોગ, બ્રેઈન સ્ટ્રોક તેમજ શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ નોતરે છે. ધુમ્રપાન કરનાર વ્યક્તિની સાથે આસપાસના લોકો (ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો) પણ “સેકન્ડ હેન્ડ સ્મોક” ના કારણે ભોગ બને છે. મહિલાઓમાં તે માતા અને બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

તાપી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે”તમાકુનું વ્યસન જીવલેણ છે. આ વર્ષ દરમિયાન જિલ્લામાં ૧,૩૯૧થી વધુ લોકોને તમાકુ છોડવા માટે સચોટ કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે. જેમાંથી ગંભીર વ્યસન ધરાવતા ૬૨થી વધુ લોકોને વ્યસનમુક્તિ કેન્દ્રોમાં રિફર કરાયા છે.” જાગૃતિની સાથે-સાથે કાયદાકીય કડકાઈ પણ રાખવામાં આવી છે. જાહેર સ્થળો પર ધૂમ્રપાન અને નિયમોના ઉલ્લંઘન બદલ COTPA-2003 (સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન અધિનિયમ) હેઠળ જિલ્લામાં ૨૪૯ કેસો કરીને અંદાજિત રૂ. ૩૭,૯૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.તમાકુ છોડવાનો સંકલ્પ એ માત્ર વ્યક્તિગત નિર્ણય નથી, પરંતુ પરિવાર અને સમાજના સ્વસ્થ ભવિષ્ય માટેનું અનિવાર્ય પગલું છે, તેમ આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું.