Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોશિયલ મીડિયા પર સસ્તા સોનાની લોભામણી જાહેરાતો આપી છેતરપિંડી આચરતો ભુજનો શખ્સ ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભુજ: બજાર ભાવ કરતાં ખૂબ જ સસ્તા ભાવે શુદ્ધ સોનું આપવાની તેમજ અસલી જેવી જ નકલી ભારતીય નોટો પૂરી પાડવાની લોભામણી જાહેરાતો દ્વારા લોકો સાથે છેતરપિંડી કરતા ભુજના એક ગઠિયાને સ્થાનિક ગુન્હાશોધક શાખાએ (LCB) બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સામે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબીની ટીમે ભુજના જીલાનીનગર વિસ્તારમાં દરોડો પાડીને મોહમ્મદ તોફીક જુણસ સોઢા નામના શખ્સને પકડી પાડ્યો હતો. તેની પાસે રહેલા એન્ડ્રોઇડ મોબાઈલની તપાસ કરતા ઓનલાઈન છેતરપિંડીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો.

આરોપીએ ફેસબુક પર ‘રાહુલભાઈ’ નામે બોગસ પ્રોફાઈલ આઈડી અને અન્ય પેજ બનાવી રાખ્યા હતા. જેના પર તે સસ્તા દરે સોનું વેચવાના અને નકલી ચલણી નોટો આપવાના વીડિયો-ફોટા અપલોડ કરીને ભોળા નાગરિકોને પોતાની જાળમાં ફસાવતો હતો. કોઈ નાગરિક આ ટોળકીનો શિકાર બને તે પૂર્વે જ પોલીસે તેને દબોચી લીધો છે અને આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.