તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

થાણેમાં શિક્ષિકાને નોકરી, ફ્રેન્ચાઇઝી અને ઘર અપાવવાના બહાને રૂ. 20.44 લાખની છેતરપિંડી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક શિક્ષિકાને સરકારી નોકરી, પોસ્ટ ઑફિસ ફ્રેન્ચાઇઝી અને ઘર અપાવવાના ખોટા વાયદા કરી રૂ. 20.44 લાખની છેતરપિંડી કરાયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

\પોલીસ ફરિયાદ મુજબ, 36 વર્ષીય શિક્ષિકા સાથે 33 વર્ષીય આરોપીએ વિશ્વાસનો સંબંધ કેળવી સૌપ્રથમ કલવા સ્થિત પાલિકાની હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી અપાવવાનું કહી રૂ. 5 લાખ મેળવ્યા હતા. નોકરી મળ્યાનો વિશ્વાસ જમાવવા માટે આરોપીએ બનાવટી ઑફર લેટર પણ આપ્યું હતું.આટલેથી ન અટકતા આરોપીએ પોસ્ટ ઑફિસ યોજનાની ફ્રેન્ચાઇઝી માટે લાઇસન્સ અપાવવાની ખાતરી આપી વધુ રૂ. 50 હજાર પડાવ્યા હતા. આ પ્રસંગે પણ શિક્ષિકાને બોગસ દસ્તાવેજો સોંપવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ફરિયાદ અનુસાર, બાદમાં આરોપીએ ઘર બુકિંગ કરાવી આપવાના નામે શિક્ષિકા પાસેથી રૂ. 13 લાખની રકમ મેળવી હતી. જોકે, કોઈપણ વાયદો પૂર્ણ કર્યા વગર આરોપીએ સમગ્ર રકમ હડપ કરી લીધી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, ઑક્ટોબર-2022થી જૂન-2024 દરમિયાન વિવિધ બહાનાં અને ખોટા આશ્વાસનો આપી આરોપીએ કુલ રૂ. 20.44 લાખની રકમ પડાવી લીધી હતી. વારંવાર છેતરાતી હોવાની શંકા જાગતાં શિક્ષિકાએ આખરે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.મહિલાની ફરિયાદના આધારે રાબોડી પોલીસે 5 જૂનના રોજ છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે.(સ્ત્રોત: પીટીઆઈ)