Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. ૧૪ જૂને તાપી જિલ્લામાં યોજાનારી “પ્રગતિ પથ યાત્રા”નો પ્રારંભ વ્યારાના આધુનિક સુવિધાઓથી સજ્જ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલથી થશે.

વર્ષ ૨૦૦૭માં નિર્માણ પામેલા આ ટાઉન હોલનું રૂ. ૨.૫૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. રિનોવેશન બાદ અહીં ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ, આધુનિક લાઇટિંગ, નવી બેઠક વ્યવસ્થા, સ્ટેજનું આધુનિકીકરણ, વી.આઈ.પી. રૂમ, નવો ટોઇલેટ બ્લોક તેમજ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

તાજેતરમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે આ ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે આ ટાઉન હોલ પ્રગતિ પથ યાત્રાના પ્રસ્થાન સ્થળ તરીકે જિલ્લાના વિકાસની નવી ઓળખ બનશે. યાત્રા વ્યારા શહેરના વિવિધ વિકસિત સ્થળોએ ભ્રમણ કરીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પૂર્ણ થશે.