Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Surat News : ગેરકાયદેસર રીતે આઈસર ટેમ્પોમાં પશુ ભરી જતાં ૩ ઈસમો ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લાનાં માંડવીનાં માંડવી-મઢી રોડ પરથી ગેરકાયદેસર અને દયનીય હાલતમાં લઈ જવાતી ૧૭ ભેંસો ભરેલ એક આઈસર ટેમ્પો ઝડપી પાડી કુલ રૂપિયા ૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે માંડવી પોલીસ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સુરત શહેરના એક સેવાભાવીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક આઈસર ટેમ્પોમાં ક્રૂરતાપૂર્વક પશુઓ ભરીને ઝંખવાવથી વ્યારા તરફ લઈ જવામાં આવી રહ્યા છે. જેથી નીલેશભાઈ અને તેમના સાથી મિત્રોએ માંડવી સાઈધામ સોસાયટીની સામે, માંડવી-મઢી રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે સમયે બપોરનાં બાતમીવાળો ટેમ્પો આવતા તેને ઈશારો કરીને રોકવામાં આવ્યો હતો.

ટેમ્પોની પાછળના ભાગે મારેલા પાટીયા અને તાડપત્રી ખોલાવીને જોતા, અંદર કોઈ પણ પ્રકારના ઘાસચારા, પાણી કે પછી હવા ઉજાસની વિના દોરડાથી ક્રૂરતાથી બાંધી રાખવામાં આવ્યાં હતા. આ બાબતે ડ્રાઈવર અને કલીનર પાસે પશુઓની હેરાફેરી માટેનું કોઈ પાસ-પરમીટ કે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર નહોતું. જોકે તપાસ દરમિયાન ટેમ્પોના માલિક મીનાજ મોહમદ મુલતાનીએ ઘટના સ્થળે આવી ગૌરક્ષકો સાથે બોલાચાલી કરી હતી અને જણાવ્યું હતું કે આ ૧૭ ભેંસોને તે મહારાષ્ટ્રના ધુલીયા બજારમાં વેચાણ અર્થે લઈ જઈ રહ્યો હતો. આ ખેંચતાણ દરમિયાન આરોપીઓએ ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પરંતુ ગૌરક્ષકોએ ૧૧૨ નંબર પર ફોન કરીને પોલીસની મદદ માંગતા માંડવી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્રણેય ઇસમો સહિત મુદ્દામાલ કબ્જે કરી પોલીસ સ્ટેશને લાવ્યા હતા. આમ, પોલીસે રૂપિયા ૩.૪૦ લાખની કિંમતની ૧૭ ભેંસો, રૂપિયા ૫,૫૦ લાખની કિંમતનો આઈસર ટેમ્પો અને રૂપિયા ૧૦,૦૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ટેમ્પો ચાલક અયાઝ હુસેન જાકીર હુસેન મકરાણી, કલીનર મુઝફ્ફર જાફર મકરાણી અને ટેમ્પો માલિક મીનાજ મોહમદ મુલતાની ધરપકડ કરી હતી.