સુરત જિલ્લાનાં કામરેજના આંબોલી ગામે મેલડી માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં રહેતો અને મૂળ ભાવનગર જિલ્લાના રોયલ ચોકડી ખાતેનો ૨૦ વર્ષીય પંકજ ઉર્ફે સોનુ રામસિંગભાઈ રાઠવા ગત તારીખ ૧૧ નારોજ બપોરે સમયે પોતાના મિત્રો રવિ અને સુરેશ સાથે કામરેજના ખોલવડ ગામની સીમમાંથી પસાર થતી તપી નદીમાં નાહવા માટે ગયો હતો. 
તે દરમિયાન અચાનક પંકજનો પગ લપસી ગયો હતો અને તાપી નદીનાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે ૨૪ કલાકની લાંબી શોધખોળ અને ભારે જહેમતનાં અંતે બીજા દિવસે પંકજની લાશ નદીનાં પાણીમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



