નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાના દોણજા ગામેથી એક ઈનોવા કિસ્ટા કારમાં લઈ જવાતો વિદેશી દારૂનાં જથ્થો ઝડપી પાડયો હતો. આમ, પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયા ૧૭.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પરંતુ પોલીસની નાકાબંધી જોઈ કાર ચાલક કાર મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, નવસારી એલ.સી.બી.નાં પીઆઈ સહિતનો સ્ટાફ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો.

આમ, પોલીસે કારની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂ, ટીન બિયર તથા વોડકાની નાની-મોટી બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૨,૮૮,૮૪૦/- હોવાનું સામે આવ્યું હતું. આમ, પોલીસે રૂપિયા ૧૫ લાખ કિંમતની ઈનોવા ક્રિસ્ટા કાર સહિત કુલ રૂપિયા ૧૭,૮૮,૯૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કાર ચાલક સહિત ગુન્હામાં સંડોવાયેલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચીખલી પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો હતો તેમજ પોલીસે કાર મૂકી ભાગી છૂટેલ ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.




