Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બોરિયાચ ટોલનાકા પાસેથી ટેમ્પોમાં ઈંગ્લિશ દારૂનાં જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવસારી જિલ્લાનાં બોરિયાચ ટોલનાકા પાસેથી દમણથી સુરત લઈ જવાતો રૂપિયા ૧.૬૩ લાખના ઈંગ્લિશ દારૂ ભરેલા ટેમ્પા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા. આમ, પોલીસે ઇંગ્લિશ દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા ૯.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુંબ, નવસારી એલ.સી.બી.ના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પ્રોહિબિશનની કામગીરી માટે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે.

જે બાતમીના આધારે પોલીસે હાઈવેના બોરિયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી બાતમીના વર્ણનવાળા ટેમ્પોને અટકાવ્યો હતો. તેમજ ટેમ્પોમાં તલાશી દરમિયાન ઇંગ્લિશ દારૂની બોટલો તથા ટીન બિયર મળી કુલ ૫૯૪ નંગ કિંમત રૂપિયા ૧,૬૩,૩૬૮/-નો જથ્થો મળી આવ્યો હતો. આમ, પોલીસે ટેમ્પોના ડ્રાઈવર એઝાઝ કાસમભાઈ સીદીભાઈ બાબવાણી (હાલ રહે. કઠોરગામ, તા.કામરેજ,જિ.સુરત, મૂળ રહે.લયારા ગામ,તા.ધ્રોલ,જિ.રાજકોટ) તેમજ ટેમ્પોમાં સવાર નઈમુદ્દીન અમીરોદ્દીન સૈયદ (રહે.ખજુરાવાડ,ચોકબજાર,મુગલીસરા રોડ,સુરત) અને ઉસ્તાક ગવરાભાઈ દીતાભાઈ ખરાડ (હાલ રહે.પાલનપુર જકાતનાકા, સુરત-મૂળ રહે.પરસડા ગામ, તા.ગરબાડા, જિ. દાહોદ)ને ઝડપી પાડયા હતા.

આમ, પોલીસે ઈંગ્લિશ દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા ૯,૨૮,૩૬૮/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં ઈંગ્લિશ દારૂ મંગાવનાર સુકનીબેન લલ્લુભાઈ પલાસ (રહે.સંત તુકારામ સોસાયટી, પાલનપુર જકાતનાકા પાટિયા, સુરત) તથા દમણના લાલુ અને વિજયને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.