Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નેત્રંગમાં કોડવાવ નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભરૂચ જિલ્લાના નેત્રંગમાં કોડવાવ નજીક બે બાઈક અથડાતા એક બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી વિગતો મુજબ, મુળ પંચમહાલ જિલ્લાના ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં રહેતાં રવિભાઈ મણીલાલ પાટીલ હાલ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પત્ની દિર્ગેશ્વરીબેન સાથે રહેતો હતો.

જોકે તારીખ ૧૨ નારોજ દિર્ગેશ્વરીબેનને તેમના સસરાએ ફોન કરી પતિ રવિભાઈનું ડેડીયાપાડાથી નેત્રંગ જતા રોડ પર કોડવાવ ગામના બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયું હોવાનું જણાવતાં તેઓ તુરત ત્યાં જઈને જોતા રવિભાઈની બાઈક રોડની બાજુમાં પડેલી હતી અને અન્ય બાઈક સાથે અકસ્માત થયો હતો. તે દરમિયાન બાઈક પણ સ્થળ ઉપર પડેલી હતી. ઘટના સ્થળે હાજર લોકો દ્વારા જાણવા મળેલ કે, રવિભાઈની બાઈક સાથે અન્ય બાઈક અથડાતા થયેલ અકસ્માતમાં રવિભાઇ અને બીજા બાઈક ચાલક એમ બન્નેને ઈજાઓ થતા નેત્રંગ સરકારી દવાખાને લઇ જવાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે અન્ય બાઈક ચાલક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હતો, તેથી તેને સારવાર માટે રાજપીપલા લઈ જવાયો જતો. બનાવ અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.