Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Police Fir : બે વાહનનાં ચાલકો વચ્ચે સાઈડ આપવા બાબતે ઝઘડો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં દધેડા ગામ પાસે આગળ પાછળ ચાલતી બે ઇકો ગાડીના ચાલકો વચ્ચે સાઈડ આપવા બાબતે ઝઘડો થતા એક ગાડીના ચાલકે બીજા ચાલકને લાકડીના સપાટા મારી ગાડીને તોડફોડ કરીને નુકશાન પહોંચાડ્યું હતું. બનાવ અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ, મુળ જંબુસર તાલુકાના જંત્રાણના અને હાલ ભરૂચના નંદેલાવ ખાતે રહેતા સમીર બશીરભાઇ મલેક તા.૧૪ મીના રોજ પોતાની ઈકો કાર લઈને સાંજના ભરૂચથી દધેડા ગામે આવવા નીકળ્યા હતા.

તે સમયે દધેડા નજીક પહોંચ્યા હતા ત્યારે સાંજના પોણા છ વાગ્યાના અરસામાં તેમની આગળ એક અન્ય ઇકો ગાડી ચાલતી હતી ત્યારે સમીરે તે ગાડીના ચાલક પાસે સાઈડ મેળવવા માટે હોર્ન વગાડયું હતું પણ તેણે સાઈડ આપી નહતી તેથી સમીરે સાઈડ પરથી ગાડી ઓવરટેક કરવા જતા તેણે સાઈડ આપી નહતી અને તે ઈકો ચાલકે તેની ગાડી રસ્તામાં ઉભી કરી દીધી હતી અને તે ગાડીમાંથી નીચે ઉતરીને સમીરની ગાડી પાસે આવ્યો હતો અને તેમની ગાડીમાંથી ચાવી કાઢવા લાગ્યો હતો.

જેથી સમીરે તેને ચાવી કાઢવાની ના પાડતા તેણે સમીર સાથે ઝપાઝપી કરી હતી. ત્યારબાદ સમીર ઉપર લાકડીથી હુમલો કર્યો હતો. પોતાના બચાવ માટે સમીર ત્યાંથી ભાગી ગયો હતો. પાછળથી આરોપીઓએ સમીરની કારના કાચ તોડી નાંખીને નુકશાન કર્યું હતું. બનાવ અંગે સમીરે પોલીસ મથકે  ફરિયાદ આપતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.