Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને NEET-૨૦૨૬ પરીક્ષાના સુચારૂ આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

(માહિતી બ્યૂરો, તાપી) : આગામી તા.૨૧મી જૂનના રોજ આયોજિત NEET-૨૦૨૬ની પરીક્ષા તાપી જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુચારૂ વાતાવરણમાં યોજાય તે માટેના આગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પરીક્ષા સંચાલન સાથે જોડાયેલા કર્મચારીઓને પરીક્ષાના ચુસ્ત અને સુચારા આયોજન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, વીજ પુરવઠો, ઉમેદવારો માટેની પ્રાથમિક સુવિધાઓ, પરીક્ષાની પારદર્શિતા સહિત સુરક્ષા વ્યવસ્થા જેવી તમામ આનુષંગિક બાબતો અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.