(માહિતી બ્યુરો, તાપી) : તાપી જિલ્લા બાગાયત વિભાગ દ્વારા ઓઇલ પામની વૈજ્ઞાનિક અને નફાકારક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે વ્યારા તાલુકામાં ખેડૂતો નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછાવાણી ગામે ઓઇલ પામ ખેતીનું લાઈવ પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. આ વિઝીટ દરમિયાન ખેડૂતોને ખાસ કરીને પાકની માવજત, વ્યવસ્થાપન અને હાર્વેસ્ટિંગ (લણણી) સમયે રાખવાની સાવચેતીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ખેડૂતોને ઓઇલ પામ ખેતીના આર્થિક લાભો, સરકારની સબસિડી યોજનાઓ તથા ગોદરેજ કંપનીની બાયબેક સુવિધા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ફિલ્ડ વિઝીટ દરમિયાન નાયબ બાગાયત નિયામકશ્રી (તાપી), બાગાયત અધિકારીશ્રી તથા ગોદરેજ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ફીલ્ડ વિઝિટનો મુખ્ય હેતુ તાપી જિલ્લામાં ઓઇલ પામ ખેતીનો વિસ્તાર વધારવો અને ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ તરફ પ્રોત્સાહિત કરવાનો હતો.




