તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

Latest News Tapi : તાપીની આશ્રમ શાળામાં વિદ્યાર્થિની પર ચપ્પુથી હુમલો, ગંભીર હાલતમાં સુરત રીફર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લામાં શિક્ષણ જગતમાં ચકચાર મચાવનારી એક ગંભીર ઘટના સામે આવી છે. આશ્રમ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ પોતાની સહાધ્યાયી અને નજીકની બહેનપણી પર ચપ્પુ વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બંને વિદ્યાર્થિનીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મિત્રતા સંબંધિત બાબતે મનદુઃખ ચાલતું હતું. શાળાના સમય દરમિયાન બંને વચ્ચે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપી વિદ્યાર્થિનીએ તેની સહાધ્યાયીને શાળાના બાથરૂમમાં બોલાવી હતી.બાથરૂમમાં પહોંચ્યા બાદ બંને વચ્ચે ફરીથી તકરાર થતાં મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થિનીએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે બીજી વિદ્યાર્થિની પર હુમલો કર્યો હતો. હુમલામાં વિદ્યાર્થિનીને ગંભીર ઇજાઓ પહોંચતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી.

ઘટનાની જાણ થતાં શાળા તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા ઘાયલ વિદ્યાર્થિનીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તેની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તેને સુરતની હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.ઘટનાની માહિતી મળતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આશ્રમ શાળાના સંચાલકો પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તપાસ શરૂ કરી છે. આ મામલે હુમલાખોર વિદ્યાર્થિની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.નાયબ જિલ્લા પોલીસ વડા પ્રમોદ નરવડેએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં બંને વિદ્યાર્થિનીઓ વચ્ચે અગાઉથી મનદુઃખ હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.આ ઘટના બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, માનસિક સ્વાસ્થ્ય અને શૈક્ષણિક સંસ્થાઓમાં દેખરેખની વ્યવસ્થા અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.