કેન્દ્ર સરકારે ઔદ્યોગિક અને કોમર્શિયલ LPG ગ્રાહકોને મોટી રાહત આપતા સપ્લાય પરના સેક્ટરલ પ્રતિબંધો હટાવી દીધા છે. હવે કટોકટી પહેલાંના સ્તરે સપ્લાય પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.
નવા નિર્ણય મુજબ મોટા ગ્રાહકોને તેમના કટોકટી પૂર્વેના કુલ વપરાશના 50 ટકા જેટલો LPG ફાળવવામાં આવશે. અગાઉ પશ્ચિમ એશિયાના સંકટને કારણે સપ્લાય પર કામચલાઉ નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા.
સરકારે પ્રોપેન અને બ્યુટેનના ઉપયોગ અંગેના નિયમોમાં પણ રાહત આપી છે. સાથે જ ભવિષ્યમાં સપ્લાયનું અસરકારક આયોજન થઈ શકે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોનો ડેટા નિયમિત રીતે જાળવવાની સૂચના આપવામાં આવી છે.




