Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Today’s News: વ્યારા પોલીસ હેડક્વાર્ટર ખાતે તાપી જિલ્લા પોલીસ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું સફળ આયોજન

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લા પોલીસ દ્વારા વ્યારા મેડિકલ એસોસિએશનના સહયોગથી પોલીસ હેડક્વાર્ટર ખાતે એક ભવ્ય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક શ્રી જે.એન.દેસાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પની શરૂઆત કરાઈ હતી. તેમણે જણાવ્યું કે, પડકારજનક ફરજ દરમિયાન પોલીસ કર્મચારીઓની શારીરિક અને માનસિક ફિટનેસ અત્યંત જરૂરી છે.

આ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા હૃદય રોગ, હાડકાં, આંખ, દાંત અને સ્ત્રી રોગની મફત તપાસ કરવામાં આવી હતી, તેમજ લિપિડ પ્રોફાઇલ, ECG, 2D ECHO જેવા ટેસ્ટ અને દવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પનો ૨૦ પોલીસ અધિકારીઓ અને ૬૫૬ પોલીસ કર્મચારીઓ સહિત કુલ ૬૭૬ લોકોએ તેમના પરિવાર સાથે લાભ લીધો હતો. અંતમાં પોલીસે સેવા આપનાર તમામ ડૉક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.