Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Today’s News: ઓલપાડ નજીકથી રૂ.૫.૧૬ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત ગ્રામ્ય જિલ્લાની LCB એ ઓલપાડ તાલુકામાં દારૂની હેરાફેરી સામે એક સફળ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે સિવાણગામની સીમમાં GEB નજીક ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક ઇકો ફોરવીલ કાર કબજે કરી છે.

ખાસ ડ્રાઇવ દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણીની સૂચનાથી પી.એસ.આઈ. એ.એન. ચૌહાણ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, કારેલીગામ તરફથી એક ઇકો કાર માં વિદેશી દારૂનો જથ્થો ભરીને સિવાણગામ તરફ જવામાં આવી રહ્યો છે.બાતમીવાળા સ્થળે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યાં સામેથી આવતી સફેદ રંગની ઇકો કારને જોઈને, તેનો ચાલક કાર રસ્તા પર જ મૂકી, અંધારાનો લાભ લઈને નજીકના ખેતરોમાં નાસી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ રૂપિયા ૫,૧૬,૩૧૬/- નો મુદ્દામાલ કબજે કરીને ફરાર થઈ ગયેલા અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.