તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

ગુજરાત-હરિયાણા વિધાનસભાની અરજી સમિતિની ગાંધીનગરમાં સંયુક્ત બેઠક

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ખાતે મંગળવારે ગુજરાત અને હરિયાણા વિધાનસભાની અરજી સમિતિની સંયુક્ત બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન બંને રાજ્યોની અરજી સમિતિઓએ લોકતાંત્રિક પરંપરાઓ, સંસદીય કાર્યપ્રણાલી તથા પ્રજાના પ્રશ્નોના પારદર્શક અને અસરકારક નિવારણ અંગે અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત અને હરિયાણા બંને રાજ્યો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મજબૂત લોકતાંત્રિક પરંપરાઓ ધરાવે છે. હરિયાણા વીરતા અને રમતગમત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવે છે, જ્યારે ગુજરાત ઉદ્યોગસાહસિકતા, વેપારિક દૃષ્ટિ અને સાંસ્કૃતિક વૈવિધ્ય માટે વિશ્વભરમાં જાણીતું છે. બંને રાજ્યોએ દેશની લોકતાંત્રિક વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.તેમણે અરજી સમિતિની ભૂમિકા અંગે જણાવ્યું કે આ સમિતિ નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોને સીધા વિધાનસભા સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. સમિતિ લોકોની રજૂઆતો સાંભળી તેના યોગ્ય નિવારણ માટે કામગીરી કરે છે, જે લોકશાહી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે.

હરિયાણા વિધાનસભાની અરજી સમિતિના અધ્યક્ષ વિનોદ ભયાનાએ જણાવ્યું કે આવી આંતરરાજ્ય બેઠકોનો મુખ્ય હેતુ બંને રાજ્યોની કાર્યપદ્ધતિ અને અનુભવોના આદાન-પ્રદાન દ્વારા સંસદીય પ્રણાલીને વધુ અસરકારક બનાવવાનો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રક્રિયાથી બંને રાજ્યો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે અને પ્રજાની ફરિયાદોના ઝડપી તથા અસરકારક નિવારણમાં મદદ મળશે.બેઠકમાં હરિયાણાની વીરતા અને રમતગમત ક્ષેત્રની સિદ્ધિઓ તેમજ ગુજરાતની વેપારિક કુશળતાના સમન્વય દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.આ બેઠકમાં હરિયાણા અરજી સમિતિના સભ્યો શકુંતલા ખટક, લક્ષ્મણ સિંહ યાદવ અને ચંદ્ર પ્રકાશ, ગુજરાતના ધારાસભ્યો મનુભાઈ પટેલ અને કાળુભાઈ ડાભી ઉપરાંત વિધાનસભા સચિવાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા.Bottom of Form