તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતને દેશના સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. ટૂંક સમયમાં IIT ગાંધીનગર ખાતે સિલિકોન એન્ડ એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ હબ (SAMARTH) શરૂ કરવામાં આવશે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આધુનિક સંશોધન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગોને જરૂરી પ્રશિક્ષિત માનવબળ તૈયાર કરવાનો છે.

કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલય, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ તથા IIT ગાંધીનગરના સહયોગથી આશરે ₹190 કરોડના ખર્ચે આ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર માટે જરૂરી સાધનોની ખરીદી અને બાંધકામ સંબંધિત પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

વિદ્યાર્થીઓને મળશે ઉદ્યોગલક્ષી તાલીમ : ‘સમર્થ’માં એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો તેમજ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં કાર્યરત પ્રોફેશનલ્સને આધુનિક ટેક્નોલોજી આધારિત તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને ‘ફેબ-રેડી’ બનાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે, જેથી તેઓ સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોમાં સીધા કામ કરવા માટે સક્ષમ બને.કેન્દ્રમાં સંશોધન, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગ સાથે ભાગીદારી અને વૈશ્વિક સંસ્થાઓ સાથે સહયોગ દ્વારા વિશ્વસ્તરીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ગુજરાતની કોલેજો સાથે થશે MoU : IIT ગાંધીનગર રાજ્યની વિવિધ એન્જિનિયરિંગ કોલેજો સાથે MoU કરશે. આથી રાજ્યભરના વિદ્યાર્થીઓને નજીવા ખર્ચે તાલીમ મેળવવાની તક મળશે. ઉપરાંત સ્પેશિયલાઇઝ્ડ શોર્ટ-ટર્મ સર્ટિફિકેટ કોર્સ, સમર સ્કૂલ અને જાગૃતિ કાર્યક્રમો પણ યોજાશે, જેથી વિદ્યાર્થીઓ શરૂઆતથી જ સેમિકન્ડક્ટર ક્ષેત્ર અંગે માહિતગાર બની શકે.

પાંચ વર્ષમાં 10 હજારથી વધુ લોકોને તાલીમ : આગામી પાંચ વર્ષમાં કેન્દ્ર દ્વારા અંદાજે 10 હજારથી વધુ લોકોને તાલીમ આપવાનું આયોજન છે. તેમાં 5,600 અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ, 1,500 ટેક્નિશિયન, 1,000 સર્ટિફિકેટ કોર્સના તાલીમાર્થીઓ, 230 ફેકલ્ટી સભ્યો અને 230 ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સનો સમાવેશ થશે. ઉપરાંત સમર સ્કૂલ અને એક્સપોઝર કાર્યક્રમો દ્વારા 2,700થી વધુ વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર ક્ષેત્ર અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

અદ્યતન લેબોરેટરીઓની સુવિધા : ‘સમર્થ’માં નેનો ફેબ્રિકેશન અને CMOS પ્રોસેસ તાલીમ, ડિવાઇસ પ્રોસેસ કેરેક્ટરાઇઝેશન, સેમિકન્ડક્ટર પ્રોસેસ અને ડિવાઇસ ડિઝાઇન, ડિવાઇસ મોડેલિંગ તેમજ IC ડિઝાઇન અને પ્રોટોટાઇપિંગ જેવી આધુનિક લેબોરેટરીઓ વિકસાવવામાં આવશે.

વડાપ્રધાનનો ઇકોસિસ્ટમ વિકાસ પર ભાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટર ક્ષેત્ર અંગે જણાવ્યું છે કે, ભારતનું લક્ષ્ય માત્ર ઉત્પાદન એકમો સ્થાપવાનું નથી, પરંતુ ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, મશીનરી, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સહિત સમગ્ર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઉભું કરવાનું છે. તેમના જણાવ્યા મુજબ, ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ દેશને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.