Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Lates News Today : ગીર સોમનાથમાં જુગારધામ દરોડા બાદ પોલીસ વિભાગમાં કાર્યવાહી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગીર સોમનાથના વેરાવળમાં ગેરકાયદેસર જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન ટીમ પર થયેલા હુમલા બાદ પોલીસ વિભાગે કડક કાર્યવાહી કરી છે. ફરજમાં બેદરકારી બદલ વેરાવળ સિટી પોલીસના સર્વેલન્સ સ્ક્વોડના ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે જાહેર હિતમાં પાંચ પોલીસ અધિકારીઓની લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે. ઘટનાના સંબંધમાં 34 આરોપીઓ સામે બે અલગ-અલગ એફઆઈઆર નોંધાઈ છે અને વિભાગીય તેમજ ફોજદારી તપાસ ચાલુ છે.