Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બેડકી નાકા ચેકપોસ્ટે મોટી કાર્યવાહી : પશુ હેરાફેરી કરતા ટેમ્પા સાથે 16 ભેંસો કબજે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી : સુરત-ધુલીયા નેશનલ હાઇવે નં. 53 પર આવેલા બેડકી નાકા ચેકપોસ્ટ નજીક પોલીસે ક્રૂરતાપૂર્વક પશુઓની હેરાફેરી કરતા એક આઇસર ટેમ્પોને ઝડપી પાડી 16 ભેંસોને મુક્ત કરાવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ.7.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પોના ચાલકની ધરપકડ કરી છે, જ્યારે ટેમ્પોના માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસને 12 જુલાઈના રોજ મળેલી બાતમીના આધારે બેડકી નાકા ચેકપોસ્ટ પર બંધ બોડીના આઇસર ટેમ્પોને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેમ્પોમાં 16 ભેંસોને ખીચોખીચ અને ટૂંકી દોરી વડે બાંધી રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પશુઓ માટે ઘાસચારો, પીવાનું પાણી કે પ્રાથમિક સારવારની કોઈ વ્યવસ્થા ન હતી તેમજ પશુ પરિવહન માટે જરૂરી સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું નહોતું.પોલીસે ટેમ્પો ચલાવતા કમલેશભાઈ શનાભાઈ ચૌહાણ (રહે. વલણ, તા. કરજણ, જી. વડોદરા)ની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ભેંસો ભરૂચ ખાતે આવેલા સમીરભાઈ મુસાભાઈ પટેલના તબેલામાંથી ભરી મહારાષ્ટ્રના ધુલીયા માર્કેટમાં લઈ જવામાં આવી રહી હતી. પોલીસે સમીરભાઈ પટેલ (રહે. સાંપા, તા. કરજણ, જી. વડોદરા)ને ગુનામાં વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.

આ કેસમાં પોલીસે રૂ.2.40 લાખની કિંમતની 16 ભેંસો, રૂ.5 લાખનો આઇસર ટેમ્પો તથા રૂ.1 હજારનો મોબાઇલ મળી કુલ રૂ.7.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિનંદભાઈ બાબુભાઈ વળવીને સોંપવામાં આવી છે.