તાપી : વ્યારા સ્ટેશન રોડ પર આવેલા નક્ષત્ર હાઇટ્સના પાર્કિંગમાંથી એક અજાણ્યો ચોર ઇસમ હોન્ડા કંપનીની એક્ટિવા મોપેડ ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ઘટના સામે આવી છે.આ અંગે વ્યારા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વ્યારાની માલીવાડ હનુમાન ગલીમાં રહેતા અને મારવાડી સેલ્સ એન્ડ ફાઇનાન્સ કંપનીમાં પટાવાળા તરીકે નોકરી કરતા પ્રતિક ભરતભાઈ તંબોલી ગત ૬ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે પોતાની એક્ટિવા મોપેડ નંબર જીજે/૨૬/ક્યૂ/૪૬૩૯ લઈને નોકરી પર આવ્યા હતા. તેમણે પોતાનું વાહન નક્ષત્ર હાઇટ્સના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. સાંજે નોકરી પૂર્ણ કરીને પરત ફરતા પાર્કિંગમાંથી મોપેડ ગાયબ જણાતા તેમણે આજુબાજુમાં તપાસ કરી હતી.વાહનની શોધખોળ કરવા છતાં તે મળી ન આવતા આખરે આ મામલે અજાણ્યા ચોર વિરૂદ્ધ વ્યારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ભાવેશ રાણાભાઈ બાલદાણિયા ચલાવી રહ્યા છે.




