Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Trending News: જંતર-મંતર ખાતે CJPના પ્રદર્શનમાં ૧૦૧ હત્યાના આરોપીઓ સહિત ૨,૮૭૩ ગુનેગારો સામેલ થયાનો દિલ્હી પોલીસનો દાવો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન અંગે દિલ્હી પોલીસે ચોંકાવનારો દાવો કર્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રદર્શનમાં કુલ ૨,૮૭૩ લોકોનો ક્રિમિનલ રેકોર્ડ મળી આવ્યો છે, જેમાંથી ૧૦૧ લોકો હત્યાના આરોપી છે. આ ઉપરાંત, ૯૮૯ લોકો સામે ગંભીર ગુના નોંધાયેલા છે, જેમાં જાતીય સતામણી, પોક્સો (POCSO) અને લૂંટ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. પોલીસે ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) અને અન્ય ટેકનિકલ માધ્યમોથી આ ગુનેગારોની ઓળખ કરી હોવાનો દાવો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, CJP દ્વારા ૨૦ જુલાઈએ ‘સંસદ ચલો માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી અથડામણમાં લાઠીચાર્જ થયો હતો. આ હિંસામાં ૧૧૮થી વધુ પોલીસકર્મીઓ (જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા મહિલા પોલીસકર્મીઓ પણ સામેલ છે) અને આશરે ૬૦ જેટલા પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. ૨૫ જુલાઈએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યા બાદ આ વિરોધ પ્રદર્શન સમાપ્ત થયું હતું.