રાજકોટ: શ્રાવણ મહિનો શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તહેવારોની સિઝન પહેલાં જ રાજકોટ અને સૌરાષ્ટ્રના બજારમાં ખાદ્યતેલના ભાવમાં વધારો શરૂ થયો છે. શુક્રવારે સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 10નો વધારો નોંધાયો હતો. છેલ્લા 10 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં આશરે રૂ. 40 સુધીનો વધારો થયો છે.
હાલમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2,900થી રૂ. 2,950 વચ્ચે પહોંચી ગયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વચ્ચેનો તફાવત ઘટતાં ગ્રાહકો કપાસિયા તેલની સરખામણીએ સિંગતેલ તરફ વધુ વળી રહ્યા છે.બજારના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સિંગતેલના ભાવમાં વધુ રૂ. 50થી રૂ. 75નો વધારો થવાની શક્યતા છે, જેના પગલે ડબ્બાનો ભાવ રૂ. 3,000ને પાર કરી શકે છે. નાફેડ દ્વારા મગફળીનું વેચાણ ઘટતાં બજારમાં આવક ઓછી થઈ હોવાનું અને તહેવારો દરમિયાન માંગ વધવાની શક્યતાને કારણે ભાવમાં વધુ તેજી આવી શકે હોવાનું વેપારી વર્તુળો જણાવી રહ્યા છે.જોકે, નાફેડ દ્વારા ગોડાઉનમાં રહેલી મગફળીનો જથ્થો બજારમાં મુકવામાં આવે તો ભાવમાં ઘટાડો થઈ શકે છે. બીજી તરફ, નવરાત્રી બાદ નવી મગફળીની આવક શરૂ થતાં ખાદ્યતેલના ભાવમાં રાહત મળવાની આશા છે. હાલના ભાવવધારાની




