Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બાળ તસ્કરી રેકેટમાં વધુ એક એજન્ટ કર્ણાટકથી ઝડપાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સિદ્ધપુરના માત્ર ૮ દિવસના બાળકને વેચવાના પ્રયાસના પર્દાફાશ બાદ પોલીસે બાળ તસ્કરીના મુંબઈ સુધી ફેલાયેલા રેકેટમાં વધુ એક એજન્ટ રૃપા અપૈયા બુદ્ધનાવર (જૈન)ની કર્ણાટકથી ધરપકડ કરી છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચે બાળકને વેચવા નીકળેલા મનોજ રાવળ અને વીણા રાવળને ઝડપી લીધા બાદ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન બાળકના પિતા સહિત કુલ નવ આરોપીઓ ઝડપાયા છે, જેમાં થાણેના ડૉક્ટર સચિનદેવ લોખંડેનો પણ સમાવેશ થાય છે.કોલ્હાપુરના રિક્ષાચાલક સોહિલ મોમીન અને તૌફિક મોમીનની પૂછપરછમાં રૃપા જૈનનું નામ બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં રૃપા છેલ્લા પાંચ વર્ષથી તૌફિક અને સોહિલના સંપર્કમાં હોવાનું તથા બાળકોની ડિલિવરી મેળવી અન્ય વ્યક્તિને સોંપતી હોવાનું સામે આવ્યું છે.

હવે પોલીસ રૃપા, તૌફિક અને સોહિલે અત્યાર સુધીમાં કેટલાં બાળકોના સોદા કર્યા અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ કરી રહી છે. પ્રકરણની તપાસ એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ કે.જી. લિમ્બાચિયાને સોંપવામાં આવી છે.