Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મેટાને સરકારની કડક ચેતવણી: ભારતના નિયમો મુજબ જ અલ્ગોરિધમ ચલાવો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવી દિલ્હી: ડીપફેક વીડિયો, મોર્ફ કરેલી તસવીરો અને ભ્રામક કન્ટેન્ટને લઈને કેન્દ્ર સરકારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિક કંપની મેટા સામે કડક વલણ અપનાવ્યું છે. સરકારે મેટાને અલ્ગોરિધમ અને કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમમાં જરૂરી ફેરફાર કરવા તેમજ આવા કન્ટેન્ટ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

કેન્દ્ર સરકારના અધિકારીઓ અને મેટાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ત્રણ દિવસ સુધી ચાલેલી બેઠકમાં ડીપફેક તથા ભ્રામક સામગ્રીને ઝડપથી ઓળખી દૂર કરવા માટે ટેકનોલોજી વધુ મજબૂત બનાવવા ભાર મૂકાયો હતો. સાથે જ ડેટા લોકલાઇઝેશન સહિત ભારતના લાગુ નિયમોનું સંપૂર્ણ પાલન કરવા પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડિયો હટાવવાના મુદ્દે થયેલા વિવાદ બાદ સરકારના આ કડક વલણને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં કામગીરી કરતી સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતીય કાયદા અને નિયમોનું પાલન કરવું પડશે. મેટા તરફથી ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેવી ખાતરી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.