ગાંધીનગર: રાજ્યની સરકારી તથા અર્ધસરકારી કચેરીઓને આધુનિક, સુવ્યવસ્થિત અને નાગરિક-કેન્દ્રીત બનાવવા ગ્રીમકો દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૫-૨૬ દરમિયાન રૂ. ૫૪.૯૭ કરોડના ખર્ચે વિવિધ સરકારી કચેરીઓના ઈન્ટીરિયર ડિઝાઈનિંગના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૨૬-૨૭માં પણ રૂ. ૩૦ કરોડથી વધુના ખર્ચે વિવિધ કચેરીઓના આંતરિક માળખાકીય સુવિધાના કામો પ્રગતિ હેઠળ છે. અગાઉના વર્ષોમાં ૧૨ GST સુવિધા કેન્દ્રો, ૫૨ સબ-રજિસ્ટ્રાર કચેરીઓ સહિત નાણાં વિભાગ, શ્રમ આયુક્ત કચેરી, વિકાસ કમિશનરની કચેરી, ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી, GRIT અને GSBTM જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરાયા છે.
ગુણવત્તાસભર અને સમયબદ્ધ કામગીરી માટે વર્ષ ૨૦૨૫થી ૨૦૨૮ સુધી પાંચ શ્રેણીમાં પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ્સની પેનલ પણ રચવામાં આવી છે. હાલ નાણા વિભાગ, GPCB, GIDC, GIL, RUDA, EQDC તથા ૪૯ સબ-રજિસ્ટ્રાર કચેરીઓ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સની કામગીરી ચાલી રહી છે.




