તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

તાપીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી : વ્યારા ખાતે વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાપી જિલ્લાકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદીએ મુખ્ય અતિથિ તરીકે ધ્વજવંદન કરી તિરંગાને સલામી અર્પણ કરી હતી. પોલીસ ટુકડીએ હર્ષધ્વનિ અને વોલી ફાયરિંગ સાથે શિસ્તબદ્ધ સલામી આપી હતી.

આ પ્રસંગે પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે તાપી જિલ્લો વિકાસના માર્ગે અગ્રેસર છે. ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાઓ અને બોરીસાવર યોજના સહિત આશરે રૂ. ૧,૬૦૦ કરોડના વિકાસકામો ખેડૂતોની સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ સાબિત થશે.તેમણે તાપી જિલ્લાને પ્રકૃતિના ખોળે વસેલો અને આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ ગણાવ્યો હતો. સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી.

ઉજવણી દરમિયાન દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ અને પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. વ્યારા તાલુકાના વિકાસકામો માટે રૂ. ૨૫ લાખનો ચેક પણ એનાયત કરાયો હતો. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.