પૂણે : ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ પૂણેમાં દેશની પ્રથમ ‘લાઈટ્સ-આઉટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી લેબ’ શરૂ કરી છે. સંપૂર્ણ ઓટોમેશન આધારિત આ લેબમાં એઆઈ અને રોબોટિક્સ આધારિત પ્રોડક્ટનું પરીક્ષણ કરી તેની ખામીઓ તથા સંભવિત મુશ્કેલીઓનું અગાઉથી નિદાન કરી શકાય છે.

આ લેબમાં રોબોટ્સ દ્વારા ઓટોમેટિક ક્વોલિટી ચેક સહિતની પ્રક્રિયા હાથ ધરાશે. વાસ્તવિક ફેક્ટરીમાં કોઈ ફેરફાર કરતા પહેલાં તેનું કમ્પ્યુટરાઈઝ્ડ 3D મોડલ બનાવી લેબમાં પરીક્ષણ પણ કરી શકાશે.TCSના જણાવ્યા મુજબ, આ લેબનો હેતુ માણસ અને મશીન વચ્ચે સુરક્ષિત સહકાર, ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો અને એઆઈ આધારિત મેન્યુફેક્ચરિંગને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે. ‘લાઈટ્સ-આઉટ’ ફેક્ટરીનો અર્થ એવી ઉત્પાદન વ્યવસ્થા છે, જે માનવીય દખલ વિના દિવસ-રાત ઓટોમેટિક રીતે કાર્ય કરી શકે.




