Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સ્ટેટ મોનિટરિંગ સેલનાં દરોડા : કલસર ગામની સીમમાંથી ૫.૯૦ લાખનાં દારૂનાં જથ્થા સાથે ત્રણ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ જિલ્લાનાં પારડી તાલુકાનાં કલસર ગામના ચોકી ફળિયા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા. આ રેડ દરમિયાન કેટલાક ઇસમો પોલીસને જોઈ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. મળતી માહિતી મુજબ, દમણના વાકડ ખાતે રહેતા બિપીન પટેલ તથા પારડી તાલુકાના ઓરવાડના કપિલ ભંડારી દ્વારા દમણથી વિદેશી દારૂનો જથ્થો લાવી કલસર વિસ્તારમાં ગ્રાહકોને વેચાણ માટે કટિંગ કરવામાં આવતું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતાં તારીખ ૩ ઓક્ટોબરે બપોરે રેડ કરવામાં આવી હતી.

આ રેડ દરમિયાન સંજય ઉર્ફે સંજય ભૈયા અશોકસિંહ, નિમિષાબેન પટેલ અને પન્નાબેન પટેલ ઝડપાયા હતા. સંજયની રિક્ષામાંથી તેમજ બંને મહિલાઓની મોપેડમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પર બિનવારસી હાલતમાં મૂકેલી સફેદ ક્રેટા કારમાંથી પણ મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

આમ, પોલીસે ક્રેટા સહિત કુલ ૧૦ વાહનો અને બે મોબાઇલ ફોન કબજે કર્યા હતા. પોલીસે રૂપિયા ૫.૯૦ લાખનો દારૂનો જથ્થો, બે મોબાઇલ ફોન અને ૧૦ વાહનો મળી કુલ રૂપિયા ૧૯,૮૬,૨૮૪/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે  પારડી પોલીસ સ્ટેશનમાં દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ રેડ દરમિયાન નાસી છૂટેલ બિપીન પટેલ, કપિલ ભંડારી અને કુનાલ પટેલને ઝડપી પાડવા પોલીસ આગળની તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)