Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી પોલીસની મોટી સફળતા: સોનગઢમાં ખોવાયેલા ૨૨ મોબાઈલ શોધી અસલી માલિકોને પરત સોંપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લા પોલીસ દ્વારા પ્રજાલક્ષી અભિગમ અપનાવીને નાગરિકોના ખોવાયેલા કિંમતી મોબાઈલ ફોન પરત અપાવવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના અરજદારોના ટ્રેસ થયેલા કુલ ૨૨ મોબાઈલ ફોન શોધી કાઢી તેમને મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ગુમ થયા અંગેની મળેલી વિવિધ અરજીઓ પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. નિઝર ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી. વી. ઢોલા અને તેમની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.પોલીસે ગુમ થયેલા ફોનના IMEI નંબરને ભારત સરકારના “CEIR” (Central Equipment Identity Register) પોર્ટલ પર ટ્રેકિંગમાં મૂક્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અને SDR (Subscriber Detail Record) ના ઊંડાણપૂર્વક અભ્યાસ બાદ, પોલીસની ટીમે સફળતાપૂર્વક ૨૨ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા.

આ જપ્ત કરાયેલા મોબાઈલની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૪,૪૯,૩૮૦/- જેટલી થવા જાય છે.સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે જ્યારે અરજદારોને બોલાવીને તેમના ખોવાયેલા ફોન પરત સોંપવામાં આવ્યા ત્યારે માલિકોના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી હતી. પોતાનો કિંમતી ડેટા અને મોંઘા ફોન પરત મળતા નાગરિકોએ તાપી પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.