તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

ગાંધીનગર: જાહેરનામાનો ભંગ કરનાર હોટલ માલિક વિરુદ્ધ ગુનો દાખલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મોટા ચિલોડા વિસ્તારમાં આવેલી એક હોટલમાં વહીવટી તંત્રના જાહેરનામાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવતા એસ.ઓ.જી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે એસ.ઓ.જી. ગાંધીનગરના પોલીસ કર્મચારીઓ જ્યારે ચિલોડા વિસ્તારમાં હોટલ ચેકિંગમાં હતા, ત્યારે મોટા ચિલોડા સર્વિસ રોડ પર આવેલ સેતુ સ્કવેર કોમ્પલેક્સમાં ત્રીજા માળે આવેલી ‘સાવરીયા હોટલ’ ની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે હોટલના સંચાલકો દ્વારા સરકારી નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નહોતું. પોલીસ તપાસમાં હોટલમાં રોકાવા આવતા મુસાફરોના નજીકના સગાની કોઈ ઓળખ રજીસ્ટરમાં દર્શાવવામાં આવી નહોતી,મુસાફરોના અંગૂઠાના નિશાન લેવામાં આવ્યા નહોતા,સાફરો જે વાહનમાં આવ્યા હોય, તે વાહનના રજીસ્ટ્રેશન નંબરની પણ કોઈ નોંધ રાખવામાં આવી નહોતી મુજબની ક્ષતિઓ જણાઈ હતી.આ બેદરકારી બદલ હોટલ માલિક વિક્રમસિંહ સંભુસિંહ રાવ (રહે. ખોડાજ, ઉદયપુર, રાજસ્થાન) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.