તાજા સમાચાર
વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ | ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો | સોનગઢ પોલીસની મોટી સફળતા: હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો | તાપી જિલ્લામાં અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું, મિત્રએ પોલ ખોલતા ભેદ ઉકેલાયો | વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ | બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ | ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો | સોનગઢ પોલીસની મોટી સફળતા: હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો | તાપી જિલ્લામાં અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું, મિત્રએ પોલ ખોલતા ભેદ ઉકેલાયો | વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ | બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં |

વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડમાં લાકડા બતાવવાના બહાને બોલાવીને એક યુવકને માર મારી મોબાઈલ ફોનની લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રાનવેરીના ઝંડી ફળિયામાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા અમિતકુમાર પ્રવિણભાઇ ગામીત (ઉ.વ.૩૦) ગત તા. ૨૦/૦૪/૨૦૨૬ ના રોજ આ ઘટનાનો ભોગ બન્યા હતા.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી સાવનભાઇ સંજયભાઇ માને (રહે.વાલોડ, પુલ ફળીયુ) એ ફરિયાદી અમિતકુમારને લાકડા બતાવવા માટે વેડછી તરફ વાલ્મિકી નદી પાસે બોલાવ્યા હતા. ત્યાં કોઈ લાકડા ન બતાવતા ફરિયાદીએ પૂછ્યું હતું કે, “લાકડા બતાવવા બોલાવેલ છે તો ટાઇમપાસ કેમ કરે છે”, જેનાથી ઉશ્કેરાઈને આરોપી સાવન ગુસ્સે ભરાયો હતો.

ત્યારબાદ, જ્યારે ફરિયાદી અને તેમના મિત્ર રાહુલભાઇ મોટરસાયકલ પર વાલ્મિકી નદીનો બ્રીજ પસાર કરી વાલોડ-બુહારી રોડ પર સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષ સામે આવ્યા, ત્યારે સાવને તેના અન્ય સાથીઓ – ગોલુ, દિનેશ ઉર્ફે દિન્યો અને એક અજાણ્યા છોકરા (તમામ રહે.વાલોડ) સાથે મળીને તેમને રસ્તામાં રોક્યા હતા. આ શખ્સોએ નાલાયક ગાળો આપી, ફરિયાદીને મોઢાના ભાગે મુક્કો મારી, તેમજ મિત્ર રાહુલભાઇને પણ ધક્કો અને ઝાપટ મારીને હુમલો કર્યો હતો.મારપીટ દરમિયાન આરોપી સાવનભાઇએ અમિતકુમાર પાસેથી અંદાજે રૂ.૫૦૦૦/- ની કિંમતનો ઓપ્પો કંપનીનો બ્લ્યુ કલરનો સ્માર્ટફોન લૂંટી લીધો હતો અને તમામ આરોપીઓ સ્પ્લેન્ડર મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા.આ મામલે વાલોડ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.