વાપીના રાતા ગામે એક પ્લાસ્ટિકનાં ભંગારનાં ગોડાઉનમાં અચાનક આગ ફાટી નિકળી હતી. જેમાં પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે વિકરાળ સવરૂપ કરતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે ફાયર ફાઈટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપીના રાતા ગામનાં દેસાઇવાડમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉન આવેલું છે. 
જયાં આજરોજ બપોરનાં સમયે અચાનક ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. જોકે પ્લાસ્ટિક વેસ્ટના જથ્થાને કારણે આગ વધુ તીવ્ર બનતા ધુમાડા આકાશમાં દૂર-દૂર સુધી ફેલાતા લોકોમાં ગભરાટ મચી જવા પામી હતી. એટલું જ નહી પણ ગોડાઉન નજીક રહેતા રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. જોકે આ આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદમાં લશ્કરોએ ભીષણ આગને કાબુમાં લેવાની કવાયત હાથ ધરી હતી.




