Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કામરેજ અને ઓલપાડમાં વાહન ચોરીના ગુનામાં નાસતો ફરતો રીઢો આરોપી આંબાબોલી ચાર રસ્તા પાસેથી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત ગ્રામ્ય એલ.સી.બી. અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે કામરેજ તથા ઓલપાડ વિસ્તારમાં થયેલી મોટરસાયકલ ચોરીના ગુનાઓમાં નાસતા ફરતા રીઢા આરોપીને બાતમીના આધારે આંબાબોલી ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના અને LCB PI એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિક્રમ સગરામભાઈ અને મહેશ ચંદુભાઈને ખાનગી બાતમી મળી હતી કે વાહન ચોરીના ગુનામાં વૉન્ટેડ આરોપી આંબોલી ચાર રસ્તા પાસે ઉભો છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તૌસીફ ઉર્ફે લાલુ ઉર્ફે કુતરો સલીમ વાલકીયા (શેખ) (ઉં.વ. ૪૦, રહે. કઠોર ગામ, તા. અબ્રામા, જી. સુરત) ને દબોચી લીધો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તેના અન્ય સહ-આરોપીઓ સાથે મળીને ઓલપાડ અને કામરેજ વિસ્તારમાંથી મોટરસાયકલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલ આરોપી અગાઉ પણ કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

એલ.સી.બી. ટીમે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ અર્થે તેને કામરેજ પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે.