Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મહારાષ્ટ્રનાં બારામતીમાં ટ્રેઇની વિમાન ક્રેશ થયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મહારાષ્ટ્રનાં બારામતીમાં ફરી એકવાર પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. આ પ્લેન એક ટ્રેઇની વિમાન હતું. માહિતી માહિતી મુજબ, આ ટુ સીટર વિમાન બારામતીના ગોજુબાબી ગામમાં જ તૂટી પડ્યું હતું. તેમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાયાની માહિતી સામે આવી રહી છે. બંને ટ્રેઇની પાયલટ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ એ જ બારામતી વિસ્તાર છે જ્યાં અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન પણ અકસ્માતનો ભોગ બન્યું હતું. ફરી એકવાર એ જ સ્થળે પ્લેન ક્રેશ થતાં સુરક્ષા અને ટેક્નિકલ પાસાઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી હતી.