સોનગઢના ખાંભલા ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઘરની પાછળ છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે એક મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગતો પ્રમાણે સોનગઢ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ખાંભલા ગામના નિશાળ ફળીયામાં રહેતા રાકેશભાઈ અને ફરીદાબેન પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે.
બાતમીના આધારે પોલીસે તા.૨૩ એપ્રિલના રોજ સાંજે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરના પાછળના ભાગે પ્લાસ્ટિકની થેલી અને પૂંઠાના બોક્સમાં છુપાવેલો દારૂ વ્હીસ્કીની બોટલો નંગ- કુલ ૪૮,પ્રીમિયમ બિયર ટીન નંગ- ૦૪, દેશી દારૂ (સુંગધીસંત્રા) ની બોટલો નંગ- ૩૫ મળી કુલ રૂપિયા ૮,૮૦૩/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસે સ્થળ પર હાજર ફરીદાબેન નિલેશભાઈ ગામીત (ઉ.વ.૩૮) ની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે આ જથ્થો તેઓ નવાપુરના અલગ-અલગ બિયર બારમાંથી વેચાણ કરવા માટે લાવ્યા હતા




