તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

નિઝરનાં નવી ભીલભવાલી ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક યુવક પકડાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નિઝરનાં નવી ભીલભવાલી ગામની સીમમાં આવતાં નવી ભીલભવાલી ગામથી ખાંડબાર જતાં રોડ ઉપર નાકા પોઇન્ટ પાસે આવતા ખાંડબારા ગામ તરફથી એક મોપેડ બાઈક ચાલક યુવકને ભારતીય વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફ માણસો રાયગઢ આઉટ પોસ્ટ વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.  તે દરમિયાન નવી ભીલભવાલી ગામની સીમમાં આવતાં નવી ભીલભવાલી ગામથી ખાંડબાર જતાં રોડ ઉપર નાકા પોઇન્ટ પાસે આવતા ખાંડબારા ગામ તરફથી એક મોપેડ બાઈક ચાલક પોતાની કબ્જાની આગળનાં ભાગે કાળા કલરનાં બેગમાં તથા એક વિમલનાં થેલામાં કંઈક ભરી લઈ આવતો હોય જેથી પોલીસે મોપેડ બાઈક નંબર જીજે/૨૬/એજે/૦૨૫૭નાં ચાલકને નીચે ઉતારી આગળનાં ભાગે જોતા વિમલનાં થેલામાં તથા બેગમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કૂલ ૧૪૬ નંગ બોટલો મળી આવી હતી.

ત્યારબાદ પોલીસે મોપેડ બાઈક ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, રાજેશ દિલીપભાઈ વણઝારા (રહે.રૂમકીતળાવ ગામ, મંદિર ફળિયું, નિઝર)નાં હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને મોપેડ બાઈક મળી કુલ રૂપિયા ૪૧,૫૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે પકડાયેલ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.