તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંને સાથે વાત કરી છે અને કહ્યું છે કે આ મુદ્દો વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાકી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. તેમજ હુમલા બાદ પાકિસ્તાન સામે કરેલી કડક કાર્યવાહીના કારણે પાકિસ્તાન ડરી રહ્યું છે. એવામાં હવે બંને દેશના આ મામલામાં અમેરિકાની એન્ટ્રી થઇ છે. અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંને સાથે વાત કરી છે અને કહ્યું છે કે આ મુદ્દો વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું છે કે, ‘અમેરિકા બંને દેશોના સંપર્કમાં છે. અમે આ અંગે એક નોંધ પણ આપી છે. તેથી જ અમે કાશ્મીરની પરિસ્થિતિ અંગે ભારત અને પાકિસ્તાનનો સંપર્ક કરી રહ્યા છીએ.’ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે વધુમાં જણાવ્યું હતું કે, ‘યુએસ સ્ટેટ સેક્રેટરી બંને દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરશે. અમે તે વિસ્તારમાં થઈ રહેલા ડેવલપમેન્ટ સામે પણ નજર રાખી રહ્યા છીએ અને જેમ તમે જાણો છો, અમે ભારત અને પાકિસ્તાનની સરકાર સાથે અનેક સ્તરે સંપર્કમાં છીએ.

અમે ચોક્કસપણે તમામ પક્ષોને યોગ્ય ઉકેલ માટે સાથે મળીને કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. દુનિયા આ જોઈ રહી છે.’ અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે કહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે વાત કરવાની આશા રાખે છે. તેઓ અન્ય રાષ્ટ્રીય નેતાઓ અને વિદેશ મંત્રીને આ મુદ્દા પર દેશોનો સંપર્ક કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.