Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પલસાણા નજીકથી રૂ.૪.૭૩ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ: બેની ધરપકડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત ગ્રામ્ય એલ.સી.બી ટીમે નેશનલ હાઈવે નંબર ૫૩ પર એના ગામની હદમાં નાકાબંધી દરમિયાન દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. દમણથી સુરત તરફ જઈ રહેલી એક ફોર્ડ ફીગો કાર માંથી રૂ.૧,૬૩,૫૧૨ ની કિંમતની વિદેશી દારૂ અને બીયરની ૧૦૮૦ બાટલીઓ ઝડપી પાડવામાં આવી છે.

પોલીસે ઘટનાસ્થળેથી પારડી (વલસાડ) ના વતની નયનેશ મનુભાઈ ગજ્જર અને જિતેન્દ્રભાઈ પ્રમોદભાઈ પટેલની ધરપકડ કરી છે. પોલીસે દારૂ, કાર, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂ.૪,૭૩,૯૦૨ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો મોકલનાર વલસાડના વિકી ગણેશભાઈ પટેલ અને ચિરાગ હર્ષદભાઈ પટેલના નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.